શ્રી સુપાર્શ્ર્વનાથ ભગવાન

સુપાર્શ્ર્વનાથ ભગવાન

સ્તુતિ ઃ

તુલા વિશાખામાં, જન્મે સુપાર્શ્ર્વનાથ ।
પ્રતિષ્ઠિત પૃથ્વી સુત, ચંદ્ર લંછન ધર નાથ ।।
ગણધર પંચાણું, વિદર્ભ પ્રથમ પદ પાય ।
જન્મ વારાણસી, પૂજત કરમ પલાય ।।

ઘાતકી ખંડ માં પૂર્વ વિદેહ ક્ષેત્ર ના રમણીય વિજયમાં – ક્ષેમપુરી નગરી હતી. રાજા નંદિષેણ સર્વ જીવો નું કલ્યાણ ઈચ્છતાં. રાજાએ અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી અનેક આરાધનાઓ કરી હતી. વીશસ્થાનક તપ ની સાધના દ્વારા તીર્થકર નામકર્મ ની નિકાચના કરી, સમાધિમરણ પામી છઠ્ઠા ગ્રૈવેયક માં મહર્ધિક દેવ થયા. અઠ્ઠાવીસ સાગરોપમનું આયુષ્ય થયું.

ચ્વયન ક્લ્યાણક :

ભાદરવા વદ અષ્ટમી ના જંબુદ્વીપ ના ભરતક્ષેત્ર માં કાશી દેશ માં વારાણસી નગરી માં પ્રતિષ્ઠિત રાજા નાં પૃથ્વી રાણી ની કુક્ષિએ અનુરાધા નક્ષત્ર માં પ્રભુ નાં આત્મા નું ચ્યવન થયું.
મહાદેવી પૃથ્વી એ ચૌદ ઉતમ સ્વપનો નિહાળ્યાં. ગર્ભના વિકાસ થતાં એક,પાંચ,નવ ફણા વાળા નાગરાજ ઉપર આરુઢ થયેલ પોતાને નિહાળી.

જન્મ કલ્યાણક :

જેઠ સુદ બારસના દિવસે અનુરાધા નક્ષત્ર માં સ્વસ્તિક ના લંછનવાળા કંચનવર્ણા પુત્રને મહાદેવીએ જન્મ આપ્યો. પ૬ દિક્કુમારીઓ અને ૬૪ ઈંદ્રો એ પ્રભુ નો ભવ્ય જન્મ મહોત્સવ મેરૂગિરી પર ઉજવ્યો.
પ્રતિક્ષિષ્ઠિત રાજાએ ભવ્ય જન્મ મહોત્સવ ઉજવ્યો. મહારાણી પૃથ્વીએ નિરખેલા સ્વપ્ન પ્રમાણે પોતે નાગરાજ ની ફણા પર આરૂઢ થયેલાં એટલે સુપાર્શ્ર્વ કુમાર એવું નામ રાખ્યું.
કુમાર અવસ્થા : પાંચ લાખ પૂર્વ પસાર કર્યા.
રાજ્ય વ્યવસ્થા : ર૦ લાખ પૂર્વ અને ર૦ પૂર્વાંગ રાજા તરીકે રહ્યાં.

દિક્ષા કલ્યાણક :

લોકાંતિક દેવોની વિનંતી થી પ્રભુ એ વાર્ષિકદાન નો પ્રારંભ કર્યો. જેઠ માસ ની સુદ તેરસ ના દિવસે અનુરાધા નક્ષત્ર માં હજારો સુર અસુર મનુષ્યો ની સાથે મનોહરા નામની શિબિકા માં બિરાજમાન થઈ સહસ્ત્રામ્ર નામના વનઉધાન માં પધાર્યા. પાંચ વખત મુઠ્ઠી થી પોતાનાં વાળ નો લોચ કરી ૧૦૦૦ રાજાઓની સાથે છઠ્ઠ તપનાં તપસ્વી પ્રભુએ દીક્ષા અંગિકાર કરી. પ્રભુને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
સુપાર્શ્ર્વનાથ પ્રભુ પાટલીખંડ નગરના મહેન્દ્ર રાજા ને ત્યાં પરમાન્ન થી પારણું કર્યું. પંચ દિવ્યો પ્રગટ થયાં. ત્યારબાદ પ્રભુ નવ મહિના સુધી છદ્મસ્થપણાં માં વિચર્યા.

કેવલજ્ઞાન કલ્યાણક :

વારાણસી નગરી ના સહસત્રામ્ર વનમાં છઠ્ઠ નાં તપસ્વી શ્રી સુપાર્શ્ર્વનાથ પ્રભુ ને શિરીષ વૃક્ષ ની નીચે ફાગણ વદ છઠ્ઠ ના દિવસે વિશાખા નક્ષત્ર માં નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.

પ્રભુ સહુ કર્મો ને જીતી ને અરિહંત બન્યા . . .!
દેવ દુંદુભિ નો નાદ કર્યો, ફુલો ની વૃષ્ટી કરી, સમવસરણ ની રચના કરી.
આવાં આ કેવલજ્ઞાની પરમાત્મા શ્રી સુપાર્શ્ર્વનાથ પ્રભુ સમવસરણ માં બિરાજમાન થયા અને જિનવાણી નો ધોધ વહ્યો. સમગ્ર સંસાર ના જીવો ને પરપદાર્થ માં થતી મમત્વ ની બુદ્ધિ એ વિષય પર પ્રભુ એ સચોટ દેશના આપી અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યા. .
ચતુર્વિધ સંઘ ની સ્થાપના થઈ. સુપાર્શ્ર્વનાથ પ્રભુના વિદર્ભ વગેરે ૯૫ ગણધરો થયા.

અધિષ્યઠાયક યક્ષ : હસ્તિવાહન વાળાં માતંગ
અધિષ્ઠાયિકા દેવી : હસ્તિવાહન વાળી શાંતા દેવી.
સુપાર્શ્ર્વનાથ પ્રભુ ના
3,૦૦,૦૦૦ સાધુ ભગવંતો
૪,3૦,૦૦૦ સાધ્વિજીઓ
ર,૦3૦ ચૌદ પૂર્વીઓ
૯,૦૦૦ અવધિજ્ઞાની મુનિ
૯,૧૫૦ મનઃપર્યવજ્ઞાની
૧૧,૦૦૦ કેવલજ્ઞાની
૧૫,3૦૦ વૈક્રિયલબ્ધિ વાળા
૮,૪૦૦ વાદ લબ્ધિવાળા
ર,પ૭,૦૦૦ શ્રાવકો
૪,૯૩,૦૦૦ શ્રાવિકાઓ પ્રભુ નાં પરિવાર માં હતાં.

મોક્ષ કલ્યાણક :

કુમાર અવસ્થા : પ લાખ પૂર્વ
રાજ અવસ્થા : ૧૪ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ
શ્રમણ અવસ્થા : વીસ પૂર્વાંગ ઓછા ૧ લાખ પૂર્વ
કુલ ર૦ લાખ પૂર્વ નું આયુષ્ય પાળી ફાગણ વદ સાતમ. ના દિવસે સમેતશિખર પર્વત પર એક મહિના નું અણસણ કરી ૫૦૦ મુનિઓ ની સાથે મૂલ નક્ષત્ર માં પ્રભુ નિર્વાણ પામ્યા.

નમન હો … માંડવગઢ તીર્થાધિપતિ
શ્રી સુપાર્શ્ર્વનાથ પ્રભુના ચરણોમાં.

સપ્તમ જિનર સેવીએ. . .

Advertisements